દાહોદમાં કાર અને જીપ વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, પોલીસકર્મીનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ…

Published on: 3:19 pm, Mon, 2 May 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે દાહોદમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદમાં ઝાલોદ થી લીમડી વચ્ચે કાર અને જીપ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક પોલીસકર્મી કરૂણ મૃત્યુ છે.

અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પોલીસ કર્મી ઝાલોદ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમનું નામ મનોજ માલીવાડ હતું.

તેઓ પોતાની ખાનગી કાર લઈને ઝાલોદ થી લીમડી તરફ જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર ઝાલોદ બાયપાસ નજીક કાર ઓવરટેક કરતી વખતે સામેથી આવતી જીપ સાથે કારની જબરદસ્ત ટક્કર થઈ હતી. ઘટનાના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મીને તાત્કાલિક સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન મનોજભાઈનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાના પગલે મનોજભાઈના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને મનોજભાઈના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો તેને ઝાલોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ કર્મીનું મૃત્યુ થતાં પરિવારજનો અને પોલીસ મથકમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર પોલીસે મનોજભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોને મનોજભાઇને મૃતદેહ સોંપી દેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દાહોદમાં કાર અને જીપ વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, પોલીસકર્મીનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*