ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ત્રણેય જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક લોકોના ઘરમાં નદીનું પાણી ઘુસી ગયું છે. કેટલાક લોકો તો નદીના પાણીમાં ફસાઈ ગયા છે.
ત્યારે ગુજરાત પોલીસ, SDRF, NDRF ની ટીમો એ લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે આવી જ સ્થિતિમાં રાજકોટ પોલીસના મદદના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
રાજકોટમાં પડધરી ગામ માં ભારે વરસાદના કારણે ચારે બાજુ પાણી પાણી થઇ ગયું હતું અને તેના કારણે કેટલાક સ્થાનિક લોકો ફસાયા હતા. ત્યારે પોલીસ દ્વારા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે તાલુકાના પીએસઆઇ આર.જી. ગોહિલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં પીએસઆઈ એક વૃદ્ધ મહિલાને પાણીમાંથી બચાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ લોધિકા વિસ્તારમાં બાલાજી પુલ પર એક વૃદ્ધ મહિલા ફસાઈ હતી. તેને લોધિકા પોલીસ ચોકીના પીએસઆઈ કે.કે.જાડેજા કમર સુધીના પાણી માં એક મહિલાને ઉચકીને તેમનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું.
છેલ્લા બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!