ધ્રાંગધ્રા- અમદાવાદ બાયપાસ રોડ પર કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા અકસ્માતો સર્જાઈ, 3 લોકો ઈજાગ્રસ્ત…

71

રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હોય છે. ત્યારે ધ્રાંગધ્રા- અમદાવાદ બાયપાસ રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે. મળતી માહિતી મુજબ ત્રણ મિત્રો પોતાની બાઇક લઇને કુડા ચોકડીથી જય રહ્યા હતા.

ત્યારે પાછળથી એક બે કાબુ કારે ત્રણ મિત્રો ને ઉડાવી દીધા હતા. અકસ્માત દરમિયાન ત્રણેય મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે તાત્કાલીક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ધ્રાંગધ્રા- અમદાવાદ બાયપાસ રોડ પર આ અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ કુડા નિરાલી ગામના અશોકભાઈ ગોગાભાઈ, મુનાભાઇ ધીરુભાઇ, શમ્ભુભાઈ અશોકભાઈ ત્રણેય મિત્રો પોતાની બાઇક લઇને સાંજના સમયે ધ્રાંગધ્રાથી ખરીદી કરીને પોતાની ઘર તરફ આવી રહ્યા હતા.

ત્યારે કુંડા ચોકડી પર એક બેકાબૂ ટાવેરા કાર તેમની બાઇકને ટક્કર મારી હતી. જેથી તેઓને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારબાદ તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ મોટી સંખ્યામાં પરિવારજનો અને ગામના લોકો હોસ્પિટલમાં આવ્યા હતા.

પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધીને આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!