શબ્દોના સુરી એવા લોક સાહિત્યકાર સાઇરામ દવે ગુજરાતના આ ગામના છે, તેમનું ઓરીજનલ સાચું નામ જાણીને…

Published on: 11:14 am, Thu, 8 February 24

મિત્રો આપણે ગુજરાતના અનેક કલાકારોને ઓળખીએ છીએ અને આજે આપણે એક એવા મોટીવેશનલ સ્પીકર અને સાથે લોક સાહિત્યકાર ઉપરાંત હાસ્ય સમ્રાટ એવા સાઇરામ દવેના જીવન વિશે જાણવાના છીએ. અત્યાર સુધીમાં તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે તેમનું સાચું નામ તમે કોઈ લગભગ નહીં જાણતા હોય છે.

સાઇરામદવે તે તેનું ઉપનામ છે અને તેમનો જન્મ 7 ફેબ્રુઆરી 1977 ના રોજ વિષ્ણુપ્રસાદ દવે અને સરોજબેનના ઘરે થયો હતો. તેમના પિતા પ્રાચીન ભજનિક તેમજ નિવૃત્ત શિક્ષક છે અને તેમના માતા પણ હાલમાં નિવૃત્ત શિક્ષિકા છે અને આપને જણાવી દઈએ કે તેમના માતાએ થોડાક દિવસ પહેલા જ અંતિમ શ્વાસ લીધેલા છે.

આમ તો સાયરામ દવેનું વતન અમરનગર છે અને તેમના પિતાને આકાશવાણી તેમજ ભજનના કાર્યક્રમમાં ગાતા જોઈ તેઓ પણ સંગીત તરફ આકર્ષાયા છે અને આપને જણાવી દઈએ કે તેમને બે ભાઈઓ છે જેમાં એક ભાઈનું નામ કિશન દવે અને બીજા ભાઈનું નામ અમિત દવે છે.2001 ની સાલમાં સાઇરામ દવે ના લગ્ન દિપાલી ત્રિવેદી સાથે થયા હતા

અને હાલમાં સાઇરામ દવે ને બે સંતાન છે જેમાં એકનું નામ ધ્રુવ અને બીજાનું નામ ધર્મરાજ છે. તેમના જીવનની કારકિર્દી પણ નજર ફેરવીએ તો તેઓએ પ્રાથમિક શિક્ષણ અમનગરમાં પૂરું કર્યું ત્યારબાદ તેઓ ઇલેક્ટ્રીક એન્જિનિયરિંગ તેમજ પોલિટેકનિક તેઓએ રાજકોટમાં કર્યું અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમરેલી ખાતે તેઓએ પ્રાથમિક શિક્ષણની પદવી પ્રાપ્ત કરી

અને પછી તેઓ સરકારી શાળાના શિક્ષક તરીકે ફરજ બજવી.2015 ની સાલમાં તેઓએ નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ ના સ્થાપક બન્યા અને 2001માં તેમની ચમન બનેગા કરોડપતિ નામની હાસ્ય ની ઓડિયો કેસેટ એ સફળતા મેળવી અને ત્યારબાદ તેઓ આજે ધૂમ મચાવી રહ્યા છે.આપને દોસ્તો જણાવી દઈએ કે સાઇરામ દવેનું સાચું નામ પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "શબ્દોના સુરી એવા લોક સાહિત્યકાર સાઇરામ દવે ગુજરાતના આ ગામના છે, તેમનું ઓરીજનલ સાચું નામ જાણીને…"

Leave a comment

Your email address will not be published.


*