ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી AAPના નેતા ઈશુદાન ગઢવી ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા.

Published on: 5:56 pm, Mon, 9 August 21

ગુજરાત રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે અને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ટક્કર લેવા માટે આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં ઉતરી છે.

]આ ઉપરાંત આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. આપણાં આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ગુજરાતમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ વધી રહ્યું છે અને અલગ અલગ જિલ્લાઓ, તાલુકાઓ અને શહેરોમાંથી સામાજિક અગ્રણીઓ અને ભાજપ અને કોંગ્રેસની કંટાળેલા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભરતી અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું ભરતી અભિયાન એટલે કે લોકોને પાર્ટીમાં જોડવા. ત્યારે આજે આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ ફરિયાદ વધી ગયું છે કારણ કે આજરોજ રાજ્યના ખેડૂત નેતા એવા ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠીયા ની હાજરીમાં આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. સાગર રબારી એ ખેડૂત એકતા મંચ માંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

સાગર રબારી એ કહ્યું હતું કે મેં મારા તમામ સમર્થકો અને મારી સાથેના લોકો સાથે વાતચીત કરી ને આમ આદમી પાર્ટીમાં જોડાયો છીએ. આ ઉપરાંત કહ્યું કે રાજ્યના ખેડૂતો અને લોકોએ મને વાલી લાયકાત કરતાં પણ વધારે પ્રેમ આપ્યો છે.

અને તમામ લોકોની પીડા છે અને તેમની સાથે ઉભો રહીશ. આ ઉપરાંત મારા મિત્રો મારી સાથે રહ્યા છે. આ ઉપરાંત તેમને કહ્યું કે રાજકારણમાં આવવા માંગતા હોય તો મદદ કરીશ અને બહારથી પણ જોડવા માંગતા હોય તો હું સાથ આપીશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી AAPના નેતા ઈશુદાન ગઢવી ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા."

Leave a comment

Your email address will not be published.


*