એકટીવા પર સવાર માતા અને દીકરીને અન્ય બાઈકે લગાવી જોરદાર ટક્કર… દીકરીની નજર સામે માતાનું કરુણ મોત…

Published on: 2:47 pm, Sun, 5 November 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એકટીવા પર સવાર માતા અને દીકરીને બાઈક સવાર પિતા અને પુત્રીએ જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં એકટીવા પર સવાર માતા અને દીકરી બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યારબાદ બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શનિવારના રોજ રાત્રિના સમયે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે મૃત્યુ પામેલી મહિલાની દીકરીની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ ઘટના બનતા જ મૃતક મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે આરોપી બાઈક ચાલક સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ અકસ્માતની ઘટના ભોપાલમાંથી સામે આવી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 45 વર્ષની સુનીતા નામની મહિલા પોતાની 25 વર્ષની દીકરી નેહા સાથે એકટીવા પર સવાર થઈને બહાર જઈ રહી હતી. ત્યારે ગુરૂવારના રોજ લગભગ પાંચ વાગ્યાની આસપાસ રોંગ સાઈડમાં આવતા બે બાઈક ચાલકોએ સુનિતા અને નેહાની એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટનામાં એકટીવા પર સવાર સુનિતા અને તેની દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે બાઈક પર સવાર પિતા અને પુત્ર પણ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ માતા અને દીકરીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન હોસ્પિટલમાં સુનીતાનું મોત થયું હતું. સુનીતાના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સુનીતાનું મોત થતા જ એક દીકરા અને એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એકટીવા પર સવાર માતા અને દીકરીને અન્ય બાઈકે લગાવી જોરદાર ટક્કર… દીકરીની નજર સામે માતાનું કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*