ઘોર કળયુગ…! નરાધમ દીકરાએ હથોડી લઈને પોતાના પિતાને એવું દર્દનાક મોત આપ્યું કે… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 12:57 pm, Sun, 5 November 23

દેશભરના વિવિધ વિસ્તારોમાં દરરોજ ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓ બનતી હોય છે. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં જમીન કે પ્રોપર્ટીની લાલચમાં પરિવારના સભ્યોએ બીજાના જીવના દુશ્મન બની જતા હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં જમીનના મામલે થયેલા વિવાદમાં એક નરાધમ દીકરાએ પોતાના જ પિતાનો જીવ લઈ લીધો છે. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

વિગતવાર વાત કર્યા તો આ ઘટના શનિવારના રોજ ઇન્દોરમાં બની હતી. અહીં રમેશ નામના યુવક અને તેના પિતા ભુવનસિંહ વચ્ચે વિવાદ ચાલી રહ્યા હતા. દીકરો 18 વીઘા જમીન પોતાના નામે કરાવવા માગતો હતો. બસ આ વાતને લઈને પિતા અને દીકરા વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા રમેશ હથોડી લઈને પોતાના પિતા ઉપર તૂટી પડ્યો હતો. જેના કારણે પિતાનું દર્દનાક મોત થયું હતું. આ ઘટના દરમિયાન રમેશે પોતાની માતા અને પોતાના ભાઈ પર પણ પ્રહાર કર્યા હતા.

ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિની દીકરીનો આરોપ છે કે તેના ભાઈએ દારૂના નશાની હાલતમાં આ પગલું ભર્યું છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘોર કળયુગ…! નરાધમ દીકરાએ હથોડી લઈને પોતાના પિતાને એવું દર્દનાક મોત આપ્યું કે… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*