સુરતમાં રખડતા ઢોરના કારણે બાઈક લઈને ઘરે જતા 2 સગા ભાઈઓને રસ્તામાં નડ્યો અકસ્માત… ભાઈની નજર સામે ભાઈનું કરુણ મોત…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. તમે ઘણી ઘટનાઓ સાંભળી હશે. જેમાં રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને જેમાં નિર્દોષ લોકો પોતાનું જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરત શહેરમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.

સારોલી વિસ્તારમાં રખડતા ઢોર રસ્તા પર આવી જતા બાઈક પર સવાર રત્નકલાકારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં એક રત્નકલાકારનું મોત થયું છે. જ્યારે બીજા રત્નકલાકારને હાથમાં ફેક્ચર થયું છે.

આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી અંકિત જેમ્સ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા બે સગા ભાઈઓ પોતાનું કામ પૂરું કરીને બાઇક પર ઘરે જવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં અચાનક જ તેમની બાઈકની સામે રખડતું ઢોર આવી જતા.બાઈક ઢોર સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં તુષાર મિશ્રા નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જ્યારે તુષારના ભાઈ ગૌરવને હાથમાં ફેક્ચર થયું છે. અકસ્માતની ઘટના બની ત્યારે તુષાર બાઇક ચલાવી રહ્યો હતો. ભાઈની નજર સામે ભાઈઓનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. દિવાળી પરવે બનેલી આ ઘટનાના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

તુષાર અને ગૌરવ બંને ભાઈઓ એક જ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા હતા. બંને પોતાનું કામ પૂર્ણ કરીને ઘરે જતા હતા. આ દરમિયાન રખડતા ઢોરના કારણે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો અને અકસ્માતમાં એક ભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*