કારમાં સવાર પરિવારને શેરડીથી ભરેલા ટ્રકે કચડી નાખ્યો… બે સગા ભાઈઓનું એક સાથે દર્દનાક મોત…

Published on: 12:12 pm, Sun, 5 November 23

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવ ખૂબ જ વધી ગયા છે. ત્યારે ગઈકાલે સાંજના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કારને પાછળથી શેરડીના ટ્રકે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બે સગા ભાઈઓ અનામત થયા હતા.

જ્યારે બાળકો અને એક મહિલા સહિત પાંચ લોકો ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બન્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

માહિતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના અમરોહામાં નેશનલ હાઈવે 9 પર બની હતી. મળતી માહિતી અનુસાર એક ખેડૂત પરિવાર ઉત્તરાખંડના ઉધમસિંહ નગર વિસ્તારના જાસપુરમાં રહે છે. પરિવારનો મોટો દીકરો છેલ્લા એક વર્ષથી સાઉદી અરબિયામાં નોકરી કરતો હતો.

જ્યારે પરિવારનો નાનો દીકરો જાસપુરમાં ઈલેક્ટ્રીક સામાનની દુકાન ચલાવતો હતો. શનિવારના રોજ પરિવારનો મોટો દીકરો સાઉથ અરેબિયાથી દિલ્હી એરપોર્ટ પર આવ્યો હતો. મોટાભાઈને લેવા માટે નાનો ભાઈ, તેની પત્ની, મોટાભાઈની પત્ની, મોટાભાઈનો દીકરો-દીકરી અને અન્ય લોકો દિલ્હી એરપોર્ટ પર કાર લઈને પહોંચ્યા હતા.

પછી પરિવારના સભ્યો મોટાભાઈ સાથે કારમાં સવાર થઈને ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પાછળથી એક ઝડપી ટ્રકે તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર આટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 36 વર્ષના નાના ભાઈનું અને 40 વર્ષના મોટાભાઈનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

જ્યારે પરિવારના અન્ય સભ્યો અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કારમાં સવાર પરિવારને શેરડીથી ભરેલા ટ્રકે કચડી નાખ્યો… બે સગા ભાઈઓનું એક સાથે દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*