ઓવરટેક કરવાના ચક્કરમાં બાઈક પર સવાર પતિ-પત્નીનું અકસ્માતમાં દર્દનાક મોત… દોઢ વર્ષની બાળકીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 11:39 am, Sun, 5 November 23

શનિવારના રોજ બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં પતિ-પત્નીનું એક સાથે દર્દનાક મોત થયું છે. આ ઘટનામાં માત્ર દોઢ વર્ષની માસુમ બાળકીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનામાં બાળકીને સામાન્ય ઇજા પહોંચી હતી.

જેને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

આ અકસ્માતની ઘટના ગોરખપુર માંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 34 વર્ષના પ્રિન્સ પાંડે નામના યુવકે અને 30 વર્ષની પ્રીતિ પાંડે નામની યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રિન્સ અને પ્રીતિ બંને પતિ-પત્ની હતા. પ્રિન્સ પોતાની પત્ની અને દોઢ વર્ષની દીકરી સાથે બાઈક પર પોતાના સાસરે જઈ રહ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં તે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે લોકો અકસ્માતનો શિકાર બન્યા હતા. અકસ્માતની ઘટનામાં પ્રિન્સ અને પ્રીતિ બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેનું કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં ખોળામાં બેઠેલી દોઢ વર્ષની માસુમ બાળગીને સામાન્ય ઇજા પહોંચી હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના ત્યાં દોડી આવ્યા હતા. પછી બાળકીને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. આ અકસ્માતની ઘટનામાં માત્ર દોઢ વર્ષની બાળકીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

પતિ અને પત્નીનું એક સાથે અકસ્માતમાં દર્દનાક મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બાદ ટ્રકચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે ટ્રકબે કબજે લઈને ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઓવરટેક કરવાના ચક્કરમાં બાઈક પર સવાર પતિ-પત્નીનું અકસ્માતમાં દર્દનાક મોત… દોઢ વર્ષની બાળકીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*