આજકાલ રાજ્યમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે એક વૃધ્ધ દંપતીએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. મળતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા યોગેન્દ્ર વ્યાસ અને તેમની પત્નીએ મોડી રાતે પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.
બંનેએ પોતાના બંગલામાં એક જ રૂમમાં સાથે પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. આ ઘટનાની તેમના પરિવારને જાણ થઈ ત્યારે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
હવે આ સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી ઉપરાંત તપાસ દરમિયાન તેમને એક ચિઠ્ઠી મળી આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે બંને પતિ પત્ની છેલ્લા ઘણા સમયથી બિમારીથી પીડાઇ રહ્યા હતા. આ ઉપરાંત નથી હોતું કે અમે બંને જણા તંદુરસ્ત કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરતા હતા.
પરંતુ અમને કોઈ પણ પ્રકારનું પરિણામ મળ્યું નહીં તે કારણોસર અમે બીમારીથી કંટાળીને પોતાનો જીવ ટૂંકો કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી.
ત્યારે જાણવા મળ્યું કે અંજનાબેન ને છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારી હતી. આ ઉપરાંત પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસ ને થોડાક સમય પહેલાં જ કિડની નું ઓપરેશન કરાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!