કાર અને એક સ્કુટી વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, સ્કુટી પર સવાર પરિવારના 3 લોકોના મૃત્યુ…

Published on: 6:51 pm, Thu, 23 September 21

છેલ્લા થોડાક દિવસથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે જાલંધરની એક દુઃખદાયક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ જલંધરમાં એન્ડોવર કાર અને એક વચ્ચે ટક્કર થતા સ્કુટી પર સવાર ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

આ ઉપરાંત અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં પિતા-પુત્ર અને પુત્રીનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત માતા અને એક પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસ દ્વારા કારચાલકની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર હોશિયારપુર ના જોધા ગામનો સંદીપ નામનો એક વ્યક્તિ તેના ત્રણ બાળકો અને પત્નીને લઈને શિકારપુર માં સાસરીયા ના ઘરે આવી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં એક એન્ડોવર કાર સાથે તેમની ટક્કર થઈ હતી. બંને વચ્ચે એટલી જબરદસ્ત ટક્કર થઇ કે સ્કુટી હાઈવે ની બાજુના ખાડામાં પડી ગઈ હતી.

અકસ્માતમાં સ્કુટી પર સવાર સંદીપ (ઉંમર 35 વર્ષ) તેની પુત્રી જીવિકા (ઉંમર 5 વર્ષ) અને તેમનો પુત્ર સમર(ઉંમર 2 વર્ષ) નું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેઓને આસપાસના લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!