ઝડપી બાઈક ચાલકે રોડ ક્રોસ કરી રહેલા નિવૃત્ત અધિકારીને હવામાં ઉછાળીયા, અધિકારીનું કરુણ મોત… જુઓ અકસ્માતનો લાઇવ વિડિયો…

Published on: 4:37 pm, Thu, 15 December 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ જોઈ હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં એક બાઈક ચાલકની બેદરકારીના કારણે નિવૃત્ત PCS અધિકારીનું મોત થયું છે.

નિવૃત્ત અધિકારી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી બાઈક કે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નિવૃત્ત અધિકારી ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. બાઈક ચાલક યુવક પણ રસ્તા ઉપર પડ્યો હતો. બાઈકની સ્પીડ વધુ હોવાના કારણે બાઈક અનેક વખત પલટી પણ ખાઈ ગઈ હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ ગંભીર અકસ્માતની ઘટના આગરામાંથી સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં નિવૃત્ત અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બે દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં તેમનું દર્દનાક મોત થયું હતું.

બાઈક ચાલકને પણ તે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નિવૃત્ત અધિકારીના મૃત્યુના સમાચાર મળતા જ બાઈક ચાલક ચૂપચાપ બાઈક લઈને હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના 1 ડિસેમ્બરના રોજ બની હતી. પરંતુ ઘટનાનો વિડીયો 14 ડિસેમ્બરના રોજ વાયરલ થઈ રહ્યો છે.

મૃત્યુ પામેલા નિવૃત્ત અધિકારીનું નામ રમણકુમાર ગોબરા હતું. તેમના દીકરાએ જણાવ્યું કે એક ડિસેમ્બરના રોજ સાંજે 5:30 વાગ્યાની આસપાસ પિતા રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી બાઈકે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર યુવક અને નિવૃત્ત અધિકારી બંને ફંગોળાઈને રોડ પર પડ્યા હતા.

અકસ્માતની ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. નિવૃત્ત અધિકારી રમણ કુમારનું હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ એટલે કે 3 ડિસેમ્બરના રોજ મોત થયું હતું. રમણ કુમારના મૃત્યુના સમાચાર મળતા જ ઇજાગ્રસ્ત થયેલો બાઈક ચાલક કોઈને ખબર ન પડે તેમ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી બાઈક ચાલકે રોડ ક્રોસ કરી રહેલા નિવૃત્ત અધિકારીને હવામાં ઉછાળીયા, અધિકારીનું કરુણ મોત… જુઓ અકસ્માતનો લાઇવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*