ગાંધીનગરમાં પતિએ ગ્રાઈન્ડર મશીન પોતાની પત્નીના ગળા પર ફેરવ્યું, ત્યારબાદ પતિએ કંઈક એવું કર્યું કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

Published on: 5:30 pm, Thu, 15 December 22

ગાંધીનગરના દેહગામમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો પતિ પત્ની વચ્ચે ચાલતા ઘર કંકાસે આજે બપોરે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને વચ્ચે માથાકૂટ એટલી વધી ગઈ કે ગુસ્સામાં ભરાયેલા પતિએ સૌપ્રથમ ગ્રાઈન્ડર મશીન પોતાની પત્નીના ગળા પર ફેરવીને પોતાની પત્નીનો જીવ લઈ લીધો.

ત્યારબાદ ગુસ્સામાં ભરાયેલા પતિએ પોતાના ગળા ઉપર પણ ગ્રાઇન્ડર મશીન ફેરવ્યું હતું અને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પતિ બચી જાય છે પરંતુ તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.

ઘટનાની માહિતી મળતા જ દેહગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સમગ્ર ઘટના લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના દેહગામના પાલૈયામાં બની હતી. અહીં દિનેશભાઈ પ્રહલાદભાઈ ચૌહાણ તેમની પત્ની ગીતાબેન દિનેશભાઈ ચૌહાણ, બે દીકરાઓ અને એક દીકરી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.

દિનેશભાઈ લાઈટ ફીટીંગ તેમજ ખેતીનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી દિનેશભાઈ અને તેમની પત્ની ગીતાબેન વચ્ચે ઘરકંકાસનો ઝગડો ચાલી રહ્યો હતો. આજે પરિવારના સભ્યો લગ્નમાં ગયા હતા. જ્યારે એક દીકરો પાર્લર પર ગયો હતો. આ દરમિયાન દિનેશભાઈ અને તેમની પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થઈ ગયો હતો.

ધીમે ધીમે આ ઝઘડાયો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગુસ્સામાં ભરાયેલા દિનેશભાઈ ગ્રાઈન્ડર મશીન લઈને પોતાની પત્નીના ગળા ઉપર બે વખત ફેરવી દીધું હતું. જેના કારણે ગીતાબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. ત્યારબાદ દિનેશભાઈ પોતાના ગળાના ભાગ પર પણ ગ્રાઈન્ડર મશીન ફેરવ્યું હતું અને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ તે જ સમયે પડોશમાં રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આરોપી દિનેશભાઈ ને 108ના મારફતે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત ખૂબ જ ગંભીર છે અને તેમની સારવાર ચાલુ છે. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગાંધીનગરમાં પતિએ ગ્રાઈન્ડર મશીન પોતાની પત્નીના ગળા પર ફેરવ્યું, ત્યારબાદ પતિએ કંઈક એવું કર્યું કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*