વંદે ભારત ટ્રેનનો વારંવાર અકસ્માત..! આણંદની એક મહિલાને વંદે ભારત ટ્રેને અડફેટેમાં લીધી, મહિલાનું મોત…34 દિવસમાં આ…

Published on: 8:57 pm, Tue, 8 November 22

વંદે ભારત ટ્રેનનો વારંવાર થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભેંસ, ગાય, બળદ બાદ હવે એક મહિલાને વંદે ભારતમાં ટ્રેને અડફેટેમાં લીધી છે. આ ઘટનામાં મહિલાનું દર્દનાક મોત થયું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ સૌપ્રથમ અમદાવાદમાં ભેંસ આડી આવતા અકસ્માત સર્જાયો હતો.

ત્યારબાદ આણંદમાં ગાય સાથે અને વલસાડમાં બળદ સાથે ટક્કર થયા બાદ હવે આણંદમાં એક મહિલાને ટ્રેનને અડફેટેમાં લીધી હતી. આ ઘટનામાં મહિલાનું કરુણ મોત થયું છે. મળતી માહિતી અનુસાર આણંદ રેલવે સ્ટેશન પર એક મહિલા રેલવે ટ્રેક ઓળંગી રહી હતી. ત્યારે મહિલા ટ્રેક પરથી પસાર થઈ રહેલી વંદે ભારત ટ્રેનની અડફેટેમાં આવી ગઈ હતી.

મહિલાએ પોતાનો જીવ ટૂકાવ્યો છે કે તેનો અકસ્માત થયો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ સમગ્ર ઘટનાને લઈને રેલ્વે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના આણંદ રેલવે સ્ટેશન નજીક આણંદ-ભાલેજ ઓવરબ્રિજની નીચે મંગળવારના રોજ બપોરના સમયે બની હતી.

બપોરના સમયે એક મહિલા રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી.ત્યારે તે વંદે ભારત ટ્રેનની અડફેટેમાં આવી ગઈ હતી. આ ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આણંદ રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલા અમદાવાદની રહેવાસી હતી.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઉપરાંત આજરોજ દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત એક્સપ્રેસમાં ટેકનીકલ ખામી આવી જતા તે અચાનક જ બંધ પડી ગઈ હતી.

જેના કારણે ટ્રેન લગભગ પાંચ કલાક સુધી સ્ટેશન પર રોકાઈ હતી. ત્યારબાદ મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં મોકલવામાં આવ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરના રોજ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. હજુ જો ટ્રેન શરૂ થઈ તેના 34 દિવસ થયા છે. ત્યાં ટ્રેનનો ચોથી વખત અકસ્માત સર્જાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વંદે ભારત ટ્રેનનો વારંવાર અકસ્માત..! આણંદની એક મહિલાને વંદે ભારત ટ્રેને અડફેટેમાં લીધી, મહિલાનું મોત…34 દિવસમાં આ…"

Leave a comment

Your email address will not be published.


*