રાજપુત સંગઠનોની અડધી રાતે ભાજપના નેતાઓ સાથે સમાધાનની મીટીંગ,શું લાગે છે ક્ષત્રિયો માની જશે?

Published on: 10:27 am, Tue, 16 April 24

આપણે બધા જાણીએ છીએ કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે તેમ ક્ષત્રિય લોકો પરષોત્તમ રૂપાલા દ્વારા બોલાયેલા રોટી બેટીના વ્યવહારને લઈને વિરોધ કરી રહ્યા છે.

રવિવારના દિવસે સમગ્ર ગુજરાત પરમાંથી ક્ષત્રિયો એકઠા થયા હતા અને તેનો આંકડો દસથી અગિયાર લાખનો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોને રીઝવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે અને ક્ષત્રિયોની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાણી ટિકિટ પાછી ખેંચવામાં આવે.

ત્યારે ગઈકાલે મોડી રાત્રે મતલબ કે 12:39 વાગ્યાની આસપાસ સંકલન સમિતિના સભ્યો જેમાં પીટી જાડેજા ઉપરાંત અનેક ક્ષત્રિય આગેવાનો ભાજપના લોકો સાથે સમાધાન કરવાના હેતુથી અથવા તો કોઈ બીજા હેતુથી ગાંધીનગર તેમને મળ્યા હતા. અને મીડિયા રિપોર્ટ અનુસાર સમાધાનની મીટીંગ ચાલી રહી છે

અને તેમાં પણ સંકલન સમિતિમાં ફાટા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ક્ષત્રિય મહિલા આગેવાનોને બોલાવવામાં ન આવ્યા હતા જ અને પદ્મિનીબાને પણ બોલાવવામાં આવ્યા ન હતા.ટૂંકમાં વાત કરીએ તો સંકલન સમિતિમાં ભાગલા પડી રહ્યા છે

અને જ્યારે પણ ભાગલા પડે ત્યારે મુદ્દો ખોવાઈ જતો હોય છે અને આ વખતે પણ આવું ન થાય તેની ક્ષત્રિયો ખાસ ધ્યાન રાખી રહ્યા છે. ત્યારે આવનારા બે થી ત્રણ દિવસમાં ખબર પડી જશે કે પરિણામ શું આવે છે

પરસોતમ રૂપાલા ની ટિકિટ પાછી ખેંચાય છે અને તમે કોમેન્ટ કરો કે તમારા મતે શું થશે ભારતીય જનતા પાર્ટી વિજય પામશે કે નહીં અને પામશે તો કેટલા લાખની લીડથી પામશે? કોમેન્ટ જરૂરથી કરજો…

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "રાજપુત સંગઠનોની અડધી રાતે ભાજપના નેતાઓ સાથે સમાધાનની મીટીંગ,શું લાગે છે ક્ષત્રિયો માની જશે?"

Leave a comment

Your email address will not be published.


*