કોરોના મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં શાળાઓ ખોલવા અંગે વાંચો મહત્વના સમાચાર

230

દિવાળીના તહેવારમાં કોરોનાવાયરસ ના કેસો અડખમ વધારો થતાં રાજ્ય સરકારે શાળા શરૂ કરવાના નિર્ણયને મુલત્વી રાખવાની ફરજ પડી હતી. રાજ્ય સરકાર હવે આગામી શૈક્ષણિક સત્ર થી ફરી શાળાઓ શરૂ કરવા અંગે વિચારણા થઈ રહી છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના મુખ્ય સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યભરમાં કોરોના કેસમાં વધારો થતાં શૈક્ષણિક વર્ષમાં શાળાઓ ફરી ચાલુ કરવા.

અંગે સરકારની કોઇ યોજના નથી.આ પરિસ્થિતિ વચ્ચે સરકાર ફરીથી શાળાઓ શરૂ કરવાના કોઈ પણ પ્રસ્તાવ પર વિચાર માટે તૈયાર નથી અને અધિકારીઓએ કહ્યું કે શહેરો નગરો અને ગ્રામિણ વિસ્તારોમાં કોરોનાવાયરસ ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે.

આ પરિસ્થિતિમાં સરકાર શાળા ફરીથી શરૂ કરવા અંગેના કોઈપણ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં માગતી નથી અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ દિવાળી પહેલા જે કેસો હતા.

ત્યાં સુધી પહોંચવામાં 6 અઠવાડિયા જેટલો સમય લાગશે, તેમ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!