નવા કૃષિ કાયદાની વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની માંગણીઓનો સરકારે આપ્યો આ જવાબ, શું ખેડૂતોનું આંદોલન રહેશે યથાવત્?

Published on: 1:49 pm, Wed, 2 December 20

કેન્દ્ર સરકારે મંગળવારના રોજ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોની માંગણી ઉપર વિચાર કરવા માટે એક સમિતિની રચના કરવાની રજૂઆત કરી હતી. સરકાર દ્વારા પ્રસ્તાવ પર આંદોલન 35 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની તરફથી ઠંડી પ્રતિક્રિયા મળી હતી. ખેડૂત સંગઠનો ત્રણેય નવા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠન ના પ્રતિનિધિઓ સાથે વિજ્ઞાન ભવનમાં બેઠક માટે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ની સાથે રેલવે અને વાણિજ્ય અને.

ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમપ્રકાશ હાજર રહ્યા હતા.નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોની માંગણીઓને સરકારે જવાબ આપતા કહેવામાં આવ્યું કે, તમને બિલ માં જે ખામીઓ લાગે છે તેમને તબક્કાવાર અને સારી રીતે લખીને આપે. આગામી બેઠકમાં આ મુદ્દે ફરીથી તે અંગે વાત કરવામાં આવશે અને સરકાર ઈચ્છે છે.

કે એક સમિતી બનાવવામાં આવે, જેમાં ખેડૂતોનો 5 થી 6 ટકા પ્રતિનિધિઓ આવે અને તેમના અધિકારી, કૃષિ નિષ્ણાંતો સાથે પણ હોય અને સરકારનું તે પણ કેવું છે કે ત્રણેય ખેડૂતોના હિતમાં હોય પછી જો તમને લાગે છે કે, બિલમાં ખામીઓ છે તે લેખિતમાં લાવો.

અહીં ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા દિલ્હીની સિંધુ અને ટીકરી બોર્ડર પર શાંતિપૂર્ણ રીતે ધરણા પ્રદર્શન કર્યું હતું અને સોમવારે ઉત્તર પ્રદેશમાં અને ગાજીપુર સીમા પર પ્રદર્શન કરતા ખેડૂતો એકત્ર થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!