ગુજરાત રાજ્યમાં થતા લગ્નપ્રસંગો ને લઈને રાજ્ય સરકાર લઈ શકે છે આ મહત્વનો નિર્ણય,જાણો વિગતે

Published on: 3:51 pm, Thu, 3 December 20

ગુજરાત રાજ્યમાં હાલ કોરોના ના કેસો માં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં બીજી એક તરફ લગ્નની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. આ કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં અનેક જગ્યાએ લગ્નોત્સવમાં ભીડ જોવા મળી રહી છે અને તેના કારણે સરકારની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યની રૂપાણી સરકાર લગ્નોત્સવમાં ઉભરતી ભીડને લઈને આ આકરો નિર્ણય લે તેવી શક્યતા છે.

રાજ્ય સરકાર નિયત સંખ્યા કરતાં વધુ.લોકો એકઠા થવા મુદ્દે આકરી કાર્યવાહી કરી શકે છે. રાજ્ય સરકાર કેટરીંગ સર્વિસ સંચાલકો સહિત રસોઈ પણ કોન્ટ્રાકટર અને બેન્ડવાજા વાળા ઓની પણ જવાબદારી નક્કી કરાશે. નક્કી કરેલી સંખ્યા કરતાં વધુ લોકો એકઠા થાય.

તો સરકારને અગાઉથી જાણ કરવાની રહેશે.અને સરકાર કે તંત્રને જાણ નહીં કરાય તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં સુરત ખાતે લગ્ન પ્રસંગમાં કેટલાક લોકોને.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને મહાપાલિકા દ્વારા લગ્નસ્થળે કોરોના નો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!