બિચારા વાંદરાને ધંધે લગાડી દીધો..! આ મહિલાની સામે વાંદરાએ લીલા શાકભાજી કટીંગ કર્યા… વીડિયો જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે…

Published on: 3:28 pm, Wed, 1 March 23

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વિડિયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. મિત્રો તમે સોશિયલ મીડિયા પર વાંદરાના ઘણા રમુજી અને ઘણા વિચિત્ર અવારનવાર વિડીયો જોયા હશે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર વાંદરાનો એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. વાયરલ થઈ રહેલો વિડિયો એક મહિલા અને એક વાંદરાનો છે. જેમાં બિચારો વાંદરો મહિલાની સામે બેસીને કંઈક એવું કામ કરી રહ્યો છે કે જોઈને ઘડીક વાર તો તમે ખડખડાટ હસી પડશો.

આ વીડિયોમાં મહિલાની નજરની સામે બેસીને વાંદરો શાકભાજીનું કટીંગ કરી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા શાકભાજી સુધારી રહે છે અને તેની સામે બેઠેલો વાંદરો પણ ખૂબ જ સરસ રીતે શાકભાજી સુધારી રહ્યો છે. વાંદરાને જોતા એવું લાગી રહ્યું છે કે તે મહિલાના ડરથી તેની સામે બેસીને શાકભાજી સુધારી રહ્યો છે.

વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો વાંદરાના કામના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. વાયરલ થઇ રહેલો વિડિયો ટ્વીટર પર Aman Preet IRS નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં કેપ્શન માં લખવામાં આવ્યું છે કે આપણે કોઈ વસ્તુને નક્કી કરીએ તો માણસથી લઈને વાંદરાને પણ કામ કરાવી શકીએ છીએ.

વાયરલ થયેલો આ વિડીયો 17,000 થી પણ વધારે લોકોએ જોયો છે અને 1000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. આ ઉપરાંત આ અનોખો વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં ખૂબ જ રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બિચારા વાંદરાને ધંધે લગાડી દીધો..! આ મહિલાની સામે વાંદરાએ લીલા શાકભાજી કટીંગ કર્યા… વીડિયો જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે…"

Leave a comment

Your email address will not be published.


*