કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો..! રાજકોટમાં સાવ એટલે સાવ નાખી દેવાની વાતમાં 18 વર્ષની દીકરીએ એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડનું કારણ જાણીને તમે પણ…

Published on: 3:04 pm, Wed, 1 March 23

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું અને આ ઘટનાને લઈને આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. વિગતવાર વાત કરીએ તો રાજકોટના ઠેબચડા ગામે રહેતી અંકિતા સોમદેવભાઈ વાછાણી નામની 18 વર્ષની દીકરીએ એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

અંકિતા રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય શાળામાં આવેલી રમેશભાઈ છાયામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. અંકિતાને તેના પિતા સોમદેવભાઈ સ્કૂલમાં મોબાઈલ લઈ જવાની ના પાડી હતી અને આ બાબત પર પિતાએ પોતાની દીકરીને ઠપકો પણ આપ્યો હતો.

બસ આ વાતનું અંકિતાને ખૂબ જ માઠું લાગી ગયું અને તેને બીજા દિવસે સવારે એસીડ પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકો દીકરીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે દીકરીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંકિતા એક ભાઈ અને એક બહેનમાં સૌથી મોટી હતી. સમગ્ર ઘટનાને લઈને અંકિતાના પિતાએ જણાવ્યું કે, અમારા ગામથી 20 દીકરીઓ અપડાઉન કરીને સ્કૂલે જાય છે.

ગઈકાલે શાળામાંથી શિક્ષકનો ફોન આવ્યો હતો કે તેમની દીકરી પાસેથી મોબાઇલ મળ્યો છે. સ્કૂલમાં ફોન લઈને આવવાની મનાઈ છે. જેથી મેં દીકરી પાસેથી ફોન લઈ લીધો હતો અને સાંજે તેને ઠપકો પણ આપ્યો હતો. બીજા દિવસે હું ખેતી કામ કરવા વાડીએ ગયો ત્યારે દીકરીએ એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો..! રાજકોટમાં સાવ એટલે સાવ નાખી દેવાની વાતમાં 18 વર્ષની દીકરીએ એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડનું કારણ જાણીને તમે પણ…"

Leave a comment

Your email address will not be published.


*