રાજકોટમાં કારમાં પેટ્રોલ પુરાવીને એક યુવક રૂપિયા આપ્યા વિના ભાગી ગયો, કારચાલકે પેટ્રોલ પંપના માલિક સાથે કર્યું એવું કે…જુઓ ઘટનાના CCTV…

Published on: 12:32 pm, Wed, 15 June 22

રાજકોટમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાજકોટના જેતપુર જૂનાગઢ રોડ પર આવેલા એક પેટ્રોલપંપ પર એક કાર ચાલક કારમાં પેટ્રોલ પુરાવીને પૈસા આપ્યા વગર ભાગી ગયો હતો. આ દરમિયાન પેટ્રોલ પંપના માલિક કારચાલકને રોકવાનો પ્રયાસ કરે છે.

પરંતુ કાર ચાલક પેટ્રોલ પંપના માલિકને અડફેટેમાં લઇ લે છે. પેટ્રોલ પંપના માલિક લગભગ કાર સાથે 10 ફૂટ જેટલા ખસડાયા હતા. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં પેટ્રોલ પંપના માલિકને ગંભીર ઈજા પહોંચી હતી.

તેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઇને જેતપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર જૂનાગઢ રોડ પર સાંકળી ગામ પાસે ન્યારા પેટ્રોલ પંપ આવેલું છે.

અહીં પેટ્રોલ પંપ પર એક સફેદ કલરની સ્વીફ્ટ કાર પેટ્રોલ પુરાવવા માટે આવે છે. કારચાલક કારમાંથી બહાર નીકળ્યા વગર પેટ્રોલ પંપના કર્મચારીને પેટ્રોલ પુરાવાનું કહે છે. આ દરમિયાન પેટ્રોલ પંપના માલિક કારની આગળ થોડીક દૂર ઊભા રહીને મોબાઇલ પર વાત કરી રહ્યા હોય છે.

આ દરમિયાન પેટ્રોલ પંપના માલિક કારની આગળ થી સાઈડમાં વાત કરતા કરતા આવે છે. આ દરમિયાન કારચાલક રૂપિયા આપ્યા વિના કાર લઈને ત્યાંથી ભાગે છે. આ દ્રશ્ય જોઈને પેટ્રોલ પંપના માલિક કાર ચાલકને રોકવા માટે કારની સાથે દોડે છે.

આ દરમિયાન કાર ચાલક પેટ્રોલ પંપના માલિક ને જબરદસ્ત ટક્કર લગાવે છે. આ ઘટનામાં પેટ્રોલ પંપના માલિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં કારમાં પેટ્રોલ પુરાવીને એક યુવક રૂપિયા આપ્યા વિના ભાગી ગયો, કારચાલકે પેટ્રોલ પંપના માલિક સાથે કર્યું એવું કે…જુઓ ઘટનાના CCTV…"

Leave a comment

Your email address will not be published.


*