કોરોનાની ત્રીજી લહેર ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું મહત્વનું એલાન, જાણો વિગતે.

92

દેશમાં દિવસેને દિવસે કોરોના ના કેસો ઘટી રહ્યા છે અને કોરોના ની બીજી લહેર ની વાત કરીએ તો તે ખૂબ જ ઘાતક સાબિત થઇ છે. આ દરમિયાન ત્રીજી લહેરની પણ શક્યતાઓ છે.ભારત સરકાર કોરોના ની ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખીને તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે.

એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટર થી કોવિડ હેલ્થ કેર ફ્રન્ટલાઇન વર્કસ માટે વિશેષ રીતે તૈયારીઓને તાલીમ નો કાર્યક્રમનો આરંભ કર્યો છે.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશમાં 100000 ફન્ટલાઇન વોરિયર્સ તરીકેની તૈયારીઓનો કાર્યક્રમનો આરંભ કર્યો છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દરેકને સાવધાની સાથે આવનારી મહામારીને પહોંચી વળવાનું રહેશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બીજી લહેર માં આ વાયરસ એ પોતાનું સ્વરૂપ વારંવાર બદલતો હતો. આ વાઇરસ આપણી વચ્ચે અત્યા હાલમાં પણ છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના ની ત્રીજી લહેર સામે લડવા માટે દેશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને લગભગ 1 લાખ યુવાનોને કોરોના સામે લડવા માટેની તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ કોર્સ બે થી ત્રણ મહિનામાં સંપૂર્ણ પૂરો થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ફ્રન્ટલાઈન વર્કસના ખાસ તાલીમ કાર્યક્રમ હેઠળ ઉમેદવારોને નિસંકુલ ટ્રેનિંગ, સ્કિલ ઇન્ડિયા નું સર્ટીફીકેટ, તેમજ યોગ્ય ભોજનની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત આ ટ્રેનીંગ લેતા લોકોને બે લાખ રૂપિયા સુધીનો આકસ્મિત વીમો મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!