આ દિગ્ગજ નેતાએ કહ્યું કે જ્યાં સુધી રાહુલ ગાંધી છે ત્યાં સુધી કોંગ્રેસ આગળ નહીં વધી શકે, જાણો વિગતે.

65

આસામમાં કોંગ્રેસને  લાગ્યો એક મોટો ઝટકો કારણકે ચાર વખત થી વધારે ધારાસભ્ય બનેલા રૂપજ્યોતિ કુમીએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ એવા સમાચાર મળી રહ્યા છે કે રૂપજ્યોતિ કુમી ભાજપમાં જોડાઇ શકે તેવી શક્યતા છે.

આવતાં થોડા દિવસ પહેલા જ પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતીન પ્રસાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. રૂપજ્યોતિ કુમી કોંગ્રેસ પાર્ટી છોડવા માટેનું કારણ આપ્યું કે “હું કોંગ્રેસ છોડી રહ્યો છું.

દિલ્હી અને ગુવાહાટી માં હાઈ કમાન્ડ ના વૃદ્ધને તાજે પ્રાથમિકતા આપે છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે રાહુલ ગાંધી નબળા નેતા તરીકે ગણાય છે.

આ ઉપરાંત તેમણે કહ્યુ કે કોંગ્રેસ પોતાના યુવાન નેતાઓનું  નથી સાંભળતું તે માટે દરેક રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમને કહ્યું કે હું વિધાનસભાના અધ્યક્ષ સ્થાને મળી અને પોતાનું રાજીનામું આપીશ.

તેમને કહ્યું કે જ્યાં સુધી રાહુલ ગાંધી પાર્ટીમાં છે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આગળ નહીં આવે. તે પાર્ટીને કોઈપણ કાળમાં આગળ નહીં વધારી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!