પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી નવી યોજના, ગેસ કનેક્શન અને સિલિન્ડર મળશે ફ્રી! આ રીતે ઉઠાવો લાભ.

Published on: 3:55 pm, Tue, 10 August 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉજ્જવલા 2.0 યોજના લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના મહેબા દિલ્હીમાં એલપીજી કનેક્શન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત એલપીજી કનેક્શન વિતરણ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેશવ મોય અને દિનેશ શર્મા જેવા મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉજ્જવલા 2.0 યોજનામાં એડ્રેસ પ્રૂફ વિના તમને ગેસ કનેક્શન મળશે. મળતી માહિતી મુજબ ઉજ્જવલા 2.0 ના લાભ લેનાર તમામ લોકોને એડ્રેસ પ્રુફ અને રાશનકાર્ડ વિના આ યોજનાનો લાભ મેળવી શકો છો.

આ ઉપરાંત આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓળખપત્ર બતાવવાની પણ જરૂર નથી. ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરિયાત મંદ પરિવારો હવે પોતે જ આવેદન આપીને આ યોજનાનો લાભ લઇ શકશે અને આ ઉપરાંત આ રીતે સરકારના હેતુને સિદ્ધ કરવા માટે પ્રોત્સાહન મળશે.

ઉજ્જવલા યોજનાના અપ્લાય કરવા માટે તમારી પાસે એટલી વસ્તુ હોવી જોઈએ.
1. આ યોજનામાં મહિલાએ અપ્લાય કરવાની રહેશે.
2. અપ્લાય કરનાર ની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
3. BPL પરિવારની મહિલા હોવી જોઈએ.
4. આ ઉપરાંત લાભ લેવા માટે રેશનકાર્ડ અને BPL કાર્ડ હોવું જોઈએ.
5. તેમજ પરિવારના કોઈ અન્ય દેશના નામે LPG કનેક્શન હોવું જોઈએ.

અને તમારે આ રીતે ફોર્મ ભરવાનું રહેશે.
1. સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ PMUY.GOV.IN/UJJWALA2.HTML પર જવાનું રહેશે.
2. ત્યાર બાદ એક ફોર્મ આવશે.
3. અને આ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
4. ત્યારબાદ LPG કનેક્શન મેળવવા માટે આ ફોર્મ ભરીને નજીકના LPG કેન્દ્ર પર જમા કરાવવાનું રહેશે.
5. ત્યારબાદ તમારી તમામ માહિતી નું વેરીફાઈ થયા બાદ તમને એલપીજી કનેક્શન મળી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી નવી યોજના, ગેસ કનેક્શન અને સિલિન્ડર મળશે ફ્રી! આ રીતે ઉઠાવો લાભ."

Leave a comment

Your email address will not be published.


*