45 મુસાફરોને લઇને ગોરખપુર થી અમદાવાદ જતી બસનું અકસ્માત, અકસ્માતનું કારણ જાણીને તમે ચોંકી જશો.

242

અકસ્માતની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે એવી જ ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના રાજસ્થાનના ભરતપુર નેશનલ હાઇવે પરની છે. મળતી માહિતી મુજબ ભરતપુરના નેશનલ હાઈવે 21 પર ઝાલાટાલા વિસ્તારમાં આજરોજ સવારે 45 મુસાફરોથી ભરેલી એક બસ પલટી ખાઈ ગઈ હતી.

આ સમગ્ર અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે બૂમાબૂમ મચી ગઇ હતી. અકસ્માતના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના બસ પલટી ખાઇ જતાં મુસાફરો અંદર ફસાઈ ગયા હતા.

ત્યારે ઘટના સ્થળની આસપાસના લોકોએ બસ ના દરવાજા અને બારીના કાચ તોડીને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 23 લોકોને ઇજા પહોંચી છે.

સમગ્ર ઘટનાની હલાઈના પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ ઇજા પહોંચેલા લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ હજુ પણ 10 મુસાફરોની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે.

એમ જ મળતી માહિતી મુજબ આજે સવારે આ બસ ગોરખપુરથી મજૂરોને લઈને અમદાવાદ જઈ રહી હતી ત્યારે અચાનક રસ્તા પર એક ગાય બસ ની સામે આવી ગયા તેના કારણે બસના ડ્રાઇવરે બસ પર કાબૂ ગુમાવ્યું હતું અને સમગ્ર ઘટના સર્જાઇ હતી.

આ ઉપરાંત ટ્રેન બોલાવીને બસને સીધી કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સના મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ઇજા પહોંચેલા વ્યક્તિઓમાંથી 17, બે મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. આમાંથી હજુ પણ બે મુસાફરી વિશે જાણકારી મળી નથી. તેમજ બીજા અન્ય મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!