એક કારને અન્ય એક કારે ટક્કર મારતા, કાર સીધી ટ્રકની નીચે ઘૂસી ગઈ, 5 વર્ષના બાળકનું…

159

આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ બની રહે છે ત્યારે એ જણાની બેદરકારીના કારણે બીજા કેટલાક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે ક્યારેક એવી જ એક ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના માંગરોળ તાલુકાના ધામદોડ ગામની છે.

મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે 48 ઉપર સુરતની એક કારને બીજી એક કારે ટક્કર મારી હતી અને સુરતની કાર સીધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.

ટ્રકની નીચે કાર ઘૂસી જતાં કન્ટેનર ડિવાઇડર કૂદી ને સામેની બાજુ ટ્રક પર ચઢી ગયું હતું.  કાર પર ટ્રક ચડી જતા પરિવારમાંથી સાડા પાંચ વર્ષનાં બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

સુરત ડીંડોલીમાં રહેતો પુનિત સિંહ અજય સિંહ તોમર નો પરિવાર પોતાની કાર નંબર GJ 05 RM 4521 લઈને સુરત થી અમદાવાદ તરફ નેશનલ હાઇવે 48 ઉપર પસાર થઇ રહ્યા હતા.

ત્યારે બાજુમાં આવેલી બીજી ફોરવીલ MH 3 DK 329 ના કારચાલક ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો અને તેને પુનિત સિંહ ની ગાડીને ટક્કર મારી હતી.

ક્યારે પૂરી થશે ની ગાડી બાજુમાં ચાલતા ટ્રક નંબર GJ 04 LS 3138 માં ઘુસી ગઈ હતી. જેના કારણે પોલીસની ગાડી પર ચડી ગયો હતો અને ટ્રક પલટી મારી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં પુનિત સિંહના સાડા પાંચ વર્ષના દીકરા સૂર્ય સિંહનું મૃત્યુ ઘટનાસ્થળે જ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!