રાજકોટના એક ઉદ્યોગપતિનું સાયકલિંગ દરમિયાન અકસ્માતમાં થયું મૃત્યુ, BRTS ટ્રેક પર…

150

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે ત્યારે તેવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે આ સમગ્ર ઘટનામાં રાજકોટ શહેરમાં વધી રહેલા સાયકલિંગ ના કલ્ચર સામે નિરાશ કરનારી ઘટના છે. રવિવારના રોજ વહેલી સવારે સાઇકલિંગ કરવા નીકળેલા સાયકલ પ્રેમી ઉદ્યોગપતિને બીઆરટીએસમાં ચાલી રહેલી બેફામ કારે ટક્કર મારી છે.

અને ટક્કર મારતા જ ઉદ્યોગપતિને દૂર સુધી ફંગોળાયા હતા. મળતી માહિતી મુજબ કાર ચાલક 100થી સુધી પણ વધારે સ્પીડ માં BRTSમાં ચલાવી રહ્યો હતો તે દરમિયાન આ સમગ્ર ઘટના સર્જાય હતી.

ત્યારે પોલીસ દ્વારા કારચાલક યુવકની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કે કે પાર્કમાં રહેતા વિજયભાઈ જુના ભાઈ સોરઠીયા જેમની ઉંમર 43 વર્ષની છે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની સાયકલ લઈને સાયકલિંગ માટે નીકળ્યા.

ત્યારે તેઓ નાણાવટી ચોક થી રામાપીર ચોકડી તરફ બીઆરટીએસ રૂટમાં સાયકલ ચલાવી રહ્યા હતા તે દરમિયાન એક કાર ચાલકે તેમને ટક્કર મારી હતી. અને ત્યારબાદ તેમને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિજય ભાઈ નું મૃત્યુ થયું હતું.

આ ઘટના બનતા ગાંધીધામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ અકવાલિયા અને રાઇટર અર્જુનભાઈ ડવ સહિતનો સ્ટાફ દોડતો થયો હતો. મળતી માહિતી મુજબ વિજય ભાઈ ના વેપારી હતા અને તેઓના મોટા બે ભાઈઓ હતા અને તેઓને બે પુત્રી હતી.

વિજય ભાઈના મૃત્યુની ખબર તેમના પરિવારને પડતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા કારચાલક સાર્થક વસંત કોરાટ ની ધરપકડ કરવામાં આવી છે સાર્થક ની ઉંમર 18 વર્ષની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!