પ્રધાનમંત્રી મોદી ફરી એક વાર ગુજરાત પ્રવાસને લઇને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, આ કારણે આવી શકે છે પીએમ મોદી ગુજરાત

Published on: 3:18 pm, Mon, 28 December 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વખત ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે.ફેબ્રુઆરી મહિનામાં પ્રધાનમંત્રી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે છે.પ્રધાનમંત્રી મોદી કેવડિયા ખાતે નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરે તેવી સંભાવનાઓ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ થોડા સમય પહેલાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે બીજી એક વખત ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મુલાકાત લઈ શકે છે અને કેવડિયા ખાતે નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરે તેવી સંભાવના છે અને હાલ કેવડીયા રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થવાને આરે છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓને પહોંચવામાં સરળતા રહે.

તે માટે સરકાર દ્વારા કેવડિયા ખાતે નવા રેલવે સ્ટેશનનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.હાલમાં કેવડીયા રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થવાને આરે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા.

લોકાપર્ણ ને લઈને તૈયારીઓ ચાલી રહી છે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!