કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી કૂચના એક મહિના બાદ હવે ખેડૂતોની આંદોલનની રણનીતિ માં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે. રણનીતિના ફેરફાર ના આધારે હવે તેઓ અન્ય રાજ્યોમાં પણ આંદોલન કરશે. ખેડૂત નેતા પટના, મહારાષ્ટ્ર, યુપી, રાજસ્થાન,ગુજરાત ની સાથે અન્ય રાજ્યોમાં પણ ખેડૂતોનું આંદોલન થશે. કેન્દ્રના નેતા ખેડૂત આંદોલનને લઈને નિવેદન આપી રહ્યા છે.
અને કૃષિ કાયદાની વિરુદ્ધ માં ખેડૂત નું આંદોલન આ ફક્ત પંજાબ પૂરતું સીમિત નથી.કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ આંદોલનને ઉગ્ર બનાવી રહ્યા છે અને કેન્દ્ર તરફથી આવતા નિવેદનને ખેડૂત સંગઠનો ગંભીરતાથી લેતાં તેઓએ રણનીતિમાં ફેરફાર શરૂ કર્યો છે.
દિલ્લી બોર્ડર થી હવે અન્ય રાજ્યોમાં પણ આંદોલનને વધારી રહ્યા છે.અને સાથે સાથે અહીં આંદોલનમાં ભાગ લેનારાઓ નું સમર્થન પણ મેળવી રહ્યા છે. અકાળી દળે આંદોલનની ગતિ વધારવા ના.
હેતુથી પાર્ટીના 3 વરિષ્ઠ નેતાઓને લઈને કમિટી બનાવી છે.જે અન્ય રાજયોમાં જઈને ખેડૂત આંદોલન ને સહયોગ આપવાને લઇને સમર્થન મેળવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!