શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ગુજરાત રાજ્યના આ વિસ્તારોમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી.

Published on: 9:43 am, Mon, 28 December 20

ઉત્તર ભારતમાં થયેલી ભારે વરસાદથી રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો 10 ડિગ્રી ની નીચે જવાની શક્યતા છે. રાજકોટ અને નલિયામાં આગામી બે દિવસ કોલ્ડવેવ ની આગાહી છે. હાલમાં રાજ્યમાં વહેલી સવારે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે હજી પણ વધારે ઠંડી ની આગાહી કરી છે.

નલિયામાં ઠંડીનો પારો એક ડિગ્રી પર પહોંચી ગયો છે અને ગાંધીનગર અને ડીસામાં 12 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 14.1, કેશોદમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજ માં 14.7, અમરેલીમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હિમાચલ પ્રદેશ,ઉત્તર પ્રદેશ,પંજાબ,હરિયાણા.

ઉત્તર ભારતના અનેક સ્થળો પર આજથી કોલડવેવ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વરસ વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હતું.

જમ્મુ કાશ્મીરમાં પણ ભારે હિમ વર્ષાથી દાલ લેક અને પાણી પુરવઠાની અનેક લાઈનો ઠંડીમાં થીજી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!