શું ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ નો અંત લાવવો સરકાર માટે જરૂરી? જાણો શું લઈ શકે છે નિર્ણય

Published on: 3:32 pm, Mon, 28 December 20

ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવા કરફ્યુ ઉપર પૂર્ણવિરામ મુકાય તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જેથી રાજ્યના ચાર મહાનગરોમાં કરફ્યુનો અંત ખૂબ જ નજીક છે. રાત્રિ કરફ્યુ ની મુદત ટૂંક સમયમાં પૂર્ણ થઇ રહી છે ત્યારે રાત્રી કર્ફ્યુ લંબાવાય કે નહીં તેની ઉપર સૌની નજર મંડાયેલી છે.હાલની સ્થિતિ જોતા સ્પષ્ટ અને લાગી રહ્યું છે કે રાત્રી કર્ફ્યુ ની મુદત માં વધારો થશે નહીં.

ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવા માટે સરકારે પહેલાં.તેનો માહોલ બનાવો પડશે જે માહોલ બનાવવા માટે રાત્રી કર્ફ્યુ હટાવવા અત્યંત જરૂરી છે.કોરોના નું સંક્રમણ વધતા અમદાવાદ,સુરત,રાજકોટ, વડોદરા મહાનગર માં લાદવામાં આવેલા રાત્રી કર્ફ્યુ નો સમયગાળો પૂર્ણ થવા ઉપર છે. આ અંગે આજરોજ મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

રાત્રે કરફ્યુ હટાવો કે નહીં તે અંગે આજે હાઈ પાવર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.31 ડિસેમ્બરના રોજ રાત્રી કરફ્યુ ની સમય મર્યાદા પૂર્ણ રહી છે.

ત્યારે સરકાર રાત્રી કરફ્યુ છુટછાટ આપશે કે નહીં કે પછી કરફયૂ યથાવત રાખશે તે અંગે આજરોજ નિર્ણય લેવાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!