પ્રધાનમંત્રી મોદી આંદોલન કરી રહેલા ખેડુતો સાથે વાતચીત પહેલા ગૃહ મંત્રી અમિત શાહ સાથે કરી આ ચર્ચા

Published on: 9:49 pm, Sat, 5 December 20

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્લી બોર્ડર પર ખેડૂતો છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે અને આ મામલા પર ગૃહમંત્રી અમીત શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા દોડી ગયા છે.પ્રધાનમંત્રી મોદીની સાથે ખેડૂત આંદોલનને લઈને ગૃહમંત્રી અમીત શાહ ઉપરાંત રાજનાથસિંહ અને કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયલ ની બેઠક આજરોજ બે કલાક જેટલી ચાલી હતી.

નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે મને બહુ આશા છે કે ખેડૂતો હકારાત્મક વિચાર કરશો ને પોતાનું આંદોલન પૂર્ણ કરશે.આજરોજ યોજનારી વાતચીત પહેલા જ કેન્દ્ર સરકાર પર દબાણ નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને શુક્રવારના રોજ સિંધુ મોડલ પર થયેલ મહાપંચાયત બાદ.

ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બર ના રોજ ભારત બંધનું એલાન કર્યું છે અને આ સાથે ચેતવણી આપવામાં આવી છે કે કૃષિ કાયદો પરત નહીં ખેંચવામાં આવે.

તો ખેડૂતોના હાથમાં ભારત બંધ રહેશે અને સાથે જ દેશભરમાં બધા ટોલ ફ્રી કરી દેવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!