કોરોના વેક્સિન ને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી મોટી જાહેરાત, જાણો

Published on: 9:22 pm, Sat, 5 December 20

કોરોના ની વેક્સિન ને લઈને સમગ્ર દેશમાં ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા પાયોરીટી ના ધોરણે વેક્સિન આપવાની વાત કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. નીતિન પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકારના માર્ગદર્શન પ્રમાણે રાજ્યમાં કોરોના ની વેક્સિન ને લઈને તમામ વ્યવસ્થાને આખરી ઓપ અપાયો છે. નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે, કોરોના ની વેક્સિન ને ઠંડા વાતાવરણમાં રાખવાની હોય છે.

માટે રાજ્યમાં કોરોના વેક્સિન ને લઈને વ્યવસ્થા કરવામાં આવી રહી છે.તેમને જણાવ્યું કે,વેક્સિન ને લઇ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન થઈ રહ્યું છે. રાજ્યમાં મુખ્ય સચિવની અધ્યક્ષતા માં વેક્સિન ની સમિતિ બનાવી છે.કોરોના ની વેક્સિન પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગના કર્મીઓ.

કોરોનાકામગીરી કરતા લોકો આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનો તથા 2 લાખ 71 હજાર સરકારી કર્મચારી અને 3.96 લાખ આરોગ્ય કર્મીને વેક્સિન અપાશે. કોરોના વેક્સિન ને લઈને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું.

કોઈપણપ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને સોશીયલ ડિસ્ટન્સ ભાવના થાય અને જરૂરિયાત ધરાવતા તમામ નાગરિકોને રસી મળી રહે તે માટે સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!