રાજીવ ગાંધી ની જન્મ જયંતી પર પ્રધાનમંત્રી મોદીએ કર્યું આ કામ , જાણો વિગતે

Published on: 4:25 pm, Thu, 20 August 20

વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 75મી જન્મ જયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, વડાપ્રધાન રાજીવ ગાંધીની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ. જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજીવ ગાંધીના પુત્ર રાહુલ મંદિર પિતા ને શ્રદ્ધાંજલિ આપતા તેમણે દિઘ્રદૃષ્ટા કહા હતા.

રાહુલ ગાંધી પિતા નો ફોટો ટ્વિટ કરતાં કહ્યું કે, રાજીવ ગાંધી એક દિધ્રદૃષ્ટા અને ભવિષ્યનું વિચારના વ્યક્તિ હતા પરંતુ આ બધા પહેલા તો ઉદાર અને પ્રેમાળ વ્યક્તિ હતા. હું તમને મારા પિતા તરીકે મેળવીને મારી જાતને ધન્ય માનું છું. અમારા પિતાશ્રી રાજીવ ગાંધીને અમે દરરોજ યાદ કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધીનો જન્મ આજરોજ એટલે કે 20 ઓગસ્ટ 1944ના થયો હતો.કટ્ટરપંથીઓ દ્વારા ઇન્દિરા ગાંધીની હત્યા કર્યા બાદ તેમણે દેશની સત્તા સંભાળી હતી. તેઓ દેશનાં 9માં વડાપ્રધાન હતા અને 1984 થી 1989 સુધી તેમને દેશનું નેતૃત્વ કર્યું હતું. એક ચૂંટણી પ્રચાર દરમિયાન વર્ષ ૧૯૯૧માં તમિલ ચરમ પંથીઓએ તેમની હત્યા કરી નાખી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જયંતી પર તેમની વીર ભુમિ એ જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.