કોરોના ને લઈને દિલ્હી થી આવ્યા સારા સમાચાર, સર્વેમાં થયો આ મહત્વનો ખુલાસો

Published on: 4:44 pm, Thu, 20 August 20

દેશમાં કોરોનાવાયરસ મામલે રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. જોકે દિલ્હી રાજ્ય માં કોરોના ના કેસ છેલ્લા કેટલાક દિવસથી ઓછા થયા છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે દિલ્હીમાં એક નવા સિરો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે ગત વખતની સરખામણીએ આ વખતે વધુ કોરોના એન્ટિબોડીઝ બની છે. નવા સર્વે મુજબ દિલ્હીમાં 29.1 ટકા લોકોમાં covid 19 ના એન્ટીબોડી મળી આવી છે. એટલે કે લોકોમાં કોરોના સંક્રમણ હતું અને આ લોકો સજા પણ થઇ ગયા.

દેશમાં કોરોનાવાયરસ ની પરિસ્થિતિ હાલમાં યથાવત જ છે. જો કે દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી કેસ ઓછા થયા છે. આ બધા વચ્ચે દિલ્હીમાં સીરો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ દિલ્હીના 29.1% લોકો ને covid-19 ના એન્ટીબોડી મળી છે. લોકોમાં કોરોના નું સંક્રમણ હતું અને આ લોકો સાજા પણ થઇ ગયા. બીજા સર્વેના રિપોર્ટ બહાર પાડતા દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન કહ્યું કે આ સર્વેથી 1 થી 7 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યો હતો. દિલ્હી ની વસ્તી લગભગ બે કરોડ છે જેમાંથી ૧૫ હજાર સેમ્પલ લેવાયા હતા. આ સેમ્પલ માંથી 12598 સેમ્પલનો રિપોર્ટ સોંપી દેવાયો છે. આગળ શીરો સર્વે થયો હતો જેમાં લગભગ 23 ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળી હતી.

નિષ્ણાંતો માને છે કે દિલ્હી હવે હર્દ ઇમ્મુનીટી તરફ આગળ વધી રહ્યું છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ 40 થી 60 ટકા લોકોમાં એન્ટિબોડીઝ બની હોય તો હર્દ ઇમ્મુનીટી સ્ટેજ આવી જાય છે. દેશમાં કોરોનાવાયરસ ના સંક્રમણ ના કેસ 28લાખને પાર થઈ ગયા છે. દિલ્હીમાં 1.56 લાખથી વધુ લોકો માં કોરોના સંક્રમણ મળી આવ્યું છે. તેમાંથી 1.40 લાઠી વધુ લોકોને સારવાર થઇ ચૂકી છે આ ઉપરાંત દિલ્હી માં હવે 11,137 એક્ટિવ કોરોના કેસ છે.

Be the first to comment on "કોરોના ને લઈને દિલ્હી થી આવ્યા સારા સમાચાર, સર્વેમાં થયો આ મહત્વનો ખુલાસો"

Leave a comment

Your email address will not be published.


*