શું દેશમાં ફરીથી લોકડોઉન લાગુ કરવું જોઈએ? સર્વેમાં આવ્યો ચોંકાવનારો જવાબ

Published on: 6:13 pm, Thu, 20 August 20

સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય કોરોના મહામારી સામે લડતા લડતા જજૂમી રહ્યો છે. હાલના સમયમાં કોરોના કહેર યથાવત છે. કોરોના સંક્રમણ ને અટકાવવા માટે ફરી એક વખત લોકડોઉન લાગુ કરવાનું જણાય છે. આ વિશે લોકો શું વિચારે છે તે જાણવા માટે સ્થાનિક સંસ્થા ‘ લોકલ સર્કલ’ એ એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં બહાર આવ્યું હતું કે 53% લોકો ના માટે કોરોના સંક્રમણ ને અટકાવવા માટે લોકડોઉન લાગુ કરવાની તરફેણ માં છે. જ્યારે 47% લોકો એમ માને છે કે લોકડોઉન સિવાય અન્ય ઉપાય થી કામ કરવું જોઈએ.

દેશમાં 242 જિલ્લામાં કરાયેલા સર્વેમાં 24 હજાર લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.અમાં 65% પુરુષો અને 35% મહિલાઓનો સમાવેશ થાય છે. આ અનોખા સર્વેને ત્રણ તબક્કામાં ગોઠવવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં લોકોને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કોરોના મહામારી સામે સરકારે શું કરવું જોઈએ? તેના જવાબમાં 53 ટકા લોકોએ લોકડોઉન લાગુ કરવાની સલાહ આપી હતી

.

બાકી ના 47% લોકો નો અભિપ્રાય છે કે લોકડોઉન સિવાય ના બીજા કોઈ ઉપાયથી કોરોના સામે લડવું જોઈએ. બીજા તબક્કામાં લોકોને પૂછવામાં આવ્યું કે સરકારે કોરોના સાથે જ જીવવાનો મોડલ અપનાવવાનો લોકોને વિનંતી કરી હોત તો લોકો કેટલું સ્વીકારે? ત્યારે લોકોએ તેના વળતર માં જવાબ આપતા કહ્યું કે તેઓ સમજદાર છે જેથી તેઓ મહત્વના કામથી જ બહાર નીકળે છે. ત્રીજા તબક્કામાં લોકોને પૂછવામાં આવ્યો કે શું તમારા ગામ કે શહેર કોરોના ને કાબુ કરવામાં સક્ષમ છે? જ્યારે અમુક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે તે સક્ષમ છે, જ્યારે અમુક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે તે બિલકુલ સક્ષમ નથી.