સુરતના વૃદ્ધાશ્રમમાં એક વૃદ્ધાનું મોત થતાં આશ્રમની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું એક બહાદુરીનું કામ,આ જોઈને તમારા રોમટા ઉભા થઇ જશે

Published on: 6:49 pm, Thu, 20 August 20

જે સંતાનોને પેટે પાટા બાંધીને ઉછેરી અને પોતાના પગભર કર્યા હોય તેવા સંતાનો માટે વૃદ્ધાવસ્થામાં તેમના માતા-પિતા તેમના માટે બોજ સમાન બની જતા હોય છે. ઘણીવાર સંતાનો માતા પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને તેમની ખબરઅંતર પૂછવા પણ નથી જતા. વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક માતા-પિતા દીકરાનું સારું થાય તેવી ભગવાન ને પ્રાર્થના કરતા હોય છે, સંતાનો માતા પિતા પ્રત્યે દયા રાખતા નથી.સુરતના એક વૃદ્ધાશ્રમમાં રહેતા 83 વર્ષના વૃધ્ધા નું અવસાન થતા આશ્રમની મહિલાઓ દ્વારા વૃદ્ધાને કાંધ આપી દીકરાની ફરજ નિભાવી ને અંતિમ સંસ્કાર કર્યા હતા.જે વૃદ્ધા નું અવસાન થયું હતું તેમને કોઈ સંતાન ન હતા. પરંતુ ભૂતકાળમાં એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે, સંતાન હોવા છતાં તેમના માતા પિતા ની અંતિમ વિધિ કરતા નથી. જેના કારણે વૃદ્ધાશ્રમના સંચાલકો દ્વારા તેમના માતા પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં મધુબેન ખેની તેમના ઘરમાં જ વૃદ્ધાશ્રમ ચલાવે છે અને દીકરાઓ તર છોડી દીધેલા અને સંતાનો વગરના વૃદ્ધ માતા-પિતા ને તેમના ઘરે આશરો આપે છે. મધુબેન ના વૃદ્ધાશ્રમમાં રહેતા 83 વર્ષના પ્રદૂલા કાપડિયા નું અવસાન થયું હતું.પહેલા તેઓ મુંબઈનાં વૃદ્ધાશ્રમમાં રહેતા હતા અને છેલ્લા ચાર વર્ષથી સુરતના વરાછા વિસ્તારમાં એલ એચ રોડ ઉપર આવેલા મધુબેન ના શાંતિદૂત મહિલા મંડળ વૃદ્ધાશ્રમ માં રહે છે.

83 વર્ષના પ્રદુલા કાપડિયા છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા અને આશ્રમની મહિલાઓ તેમની સેવા ચાકરી કરવામાં આવતી હતી. પથારીવશ રહેલા વૃદ્ધાનું આશ્રમ સંચાલક મધુબેન ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા હતા.વૃદ્ધાવસ્થાના કારણે પથારીવશ થયેલા 83 વર્ષના બા પથારીમાં જાડા અને પેશાબ કરતા હતા અને મધુબેન તેમના ડાયપર બદલવાનું કામ પણ કરતા હતા.

આ બાબતે શાંતિદૂત મહિલા મંડળના મધુબેન ખેનીએ જણાવ્યું હતું કે,અમારા ઘરે વૃદ્ધાશ્રમ છે તેમાં 18 માતાઓ હાલ રહે છે અને અમે તેમની સેવાચાકરી કરીએ છીએ. અમારા વૃદ્ધાશ્રમમાં રહેતા પાંચમાં બાનું અવસાન થયું છે અને તમામ માતાઓને અમે જ અંતિમ વિદાય આપી છે. અમે વૃદ્ધાવસ્થામાં તેમના દીકરા તરીકેની સેવા કરી છે એટલી છેલ્લી ફરજ પણ અમે જ પૂરી કરે છે.

Be the first to comment on "સુરતના વૃદ્ધાશ્રમમાં એક વૃદ્ધાનું મોત થતાં આશ્રમની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું એક બહાદુરીનું કામ,આ જોઈને તમારા રોમટા ઉભા થઇ જશે"

Leave a comment

Your email address will not be published.


*