ચીન હવે તારા વળતા પાણી, ભારત અને અમેરિકા બાદ બીજા એક દેશે ચીન સામે કરી આંખ લાલ

Published on: 8:06 pm, Thu, 20 August 20

ભારત અને અમેરિકા પછી હવે તાઈવા ને પણ કેટલીક ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાની સત્તાવાર જાહેરાત કરી છે.તાઇવાન ના અધિકારીઓએ ચીની સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને Tencent પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી.

તાઇવાન ના નાણાં ખાતાના અધિકારીઓ એવી જાહેરાત કરી હતી કે ચીની મીડિયા કંપની ના પ્રભાવ હેઠળની સહાયક કંપનીઓના માલ ને વેચવાની ચીનની ચાલ ને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું. તાઇવાનના કોમ્યુનિકેશન ખાતાના ડાયરેક્ટર એ કહ્યું હતું કે ત્રીજી સપ્ટેમ્બરથી આ એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. અમે તાઇવાનના કંપનીઓને પોતાના ડેટાને સુરક્ષિત કરી લેવાની સૂચના આપી દીધી છે. ખાસ કરીને જે કંપનીઓ ચીની કંપનીઓ સાથે વ્યવહાર કરતી હતી એ તમામ કંપનીઓ ને જણાવી દેવામાં આવ્યું હતું કે ચીની એપસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી તેને દ્વારા આવતી ચીની સામગ્રી આવી નહીં શકે એની નોંધ તમે કરી લેજો અને તમારા ડેટાને સિક્યોર કરી રાખજો.

સાથોસાથ નાણાં ખાતા એ એવી ચેતવણી આપી હતી કે આ પ્રતિબંધનો ભંગ કરનારી કંપનીઓ કે વ્યક્તિઓ સામે ક્રિમિનલ કેસ કરવામાં આવશે અને નિર્ણય નેશનલ કોમ્યુનિકેશન વિભાગ જાતે કરશે.

હોંગકોંગ ખાતે આવેલી સહાયક કંપની દ્વારા તાઇવાનના iOTT કંપની સાથે ભાગીદારી કરી હતી અને Tencent wetv હોંગકોંગ ખાતેની પોતાની ઈમેજ દ્વારા ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ દ્વારા તાઇવાનના સ્ટ્રિમિંગ કરી હતી.