કોરોના ના કપરા સમય વચ્ચે સુરત અને અમદાવાદ શહેરે આપ્યા રાહતના સમાચાર, કોરોના સામેની લડાઈમાં વિજય તરફ નો દોર

261

કોરોના મહામારી ની સામે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય લડી રહ્યું છે. રાજ્યમાં કોરોના નો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં ગઇકાલના રોજ કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા 1145 નોંધવામાં આવી હતી. રાજ્યમાં કોરોના ની સારવાર દરમિયાન 17 લોકોના મોત નિપજ્યા હતા આ સાથે જ કોરોના થી મૃત્યુ પામનાર નો ફુલ મૃત્યુઆક 2839 પર પહોંચ્યો છે.રાજ્યમાં હાલ 14418 એક્ટિવ કેસ છે,જ્યારે 64830 લોકોને સારવાર દરમિયાન રજા આપી દેવામાં આવી છે. હાલની માહિતી મુજબ રાજ્યમાં 81 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 14337 લોકો સ્ટેબલ છે. રાજ્યના કુલ સક્રમીત ની વાત કરીએ તો હાલ સુધીમાં 82087 પર પહોંચી છે.

સુરત કોર્પોરેશનમાં આજે 166 કેસ નોંધાયા હતા તેની સામે 280 લોકોને સારવાર દરમિયાન રજા આપવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશનમાં 146 કેસ નોંધાવ્યા હતા અને તેની સામે 152 લોકોને સારવાર દરમિયાન રજા આપવામાં આવી હતી. રાજ્યમાં આજે વિવિધ જિલ્લાઓના મળીને કુલ 1120 લોકોને સારવાર દરમ્યાન રજા આપવામાં આવેલ છે.

હાલમાં અમદાવાદ અને સુરત શહેર કોરોના નું ઘર બની ચુકેલ છે. અમદાવાદ અને સુરત શહેરની હાલની પરિસ્થિતિ ની વાત કરવામાં આવે તો કોરોના નો કહેર એટલો જ યથાવત્ છે. પરંતુ પહેલા કરતા હાલ આ શહેરોની સ્થિતિ વધારે સારી છે. સારવાર દરમિયાન લોકોને ડિસ્ચાર્જ કરવાનો આંકડો(રિકવરી રેટ) 73 ટકા જેટલો છે. જે સમગ્ર રાજ્ય માટે સારા સમાચાર ગણી શકાય.