દીકરી શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરનાર, નરાધમ આફતાબ સામે પોલીસે 6,000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી… તમે જ કહો આવા આરોપીઓને શું સજા થવી જોઈએ..?

Published on: 6:24 pm, Tue, 24 January 23

મિત્રો આજથી ઘણા સમય પહેલા દિલ્હીમાં એક હચમચાવી દેનારી ઘટના બની હતી. આ ઘટનામાં એક નિરાધમ આરોપી શ્રદ્ધા નામની દીકરીનો જીવ લઈને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશની જનતાને હચમચાવી દીધી હતી. ત્યારે દીકરી શ્રદ્ધાના કેસને લઈને દિલ્હી પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા 6636 પાનાની વિગતવાર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

આ ચાર્જશીટ ની અંદર આરોપી આફતાબ પર ઘણા બધા આરોપ લગાવવામાં આવ્યા છે. શ્રદ્ધા અને આરોપી આફતાબ બંને લીવ ઇન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. આરોપી આફતાબે શ્રદ્ધાનો જીવ લઈને તેના શરીરના નાના નાના 35 ટુકડા કરી નાખ્યા હતા. દિલ્હી પોલીસ દ્વારા ઘટનાના 75 દિવસ બાદ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

પોલીસે આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ, પોલોગ્રાફી ટેસ્ટ અને અનેક પ્રકારના સવાલ જવાબો પૂછવામાં આવ્યા છે. ત્યારબાદ પોલીસે આ આખી ચાર્જશીટ તૈયાર કરી હતી. મિત્રો એક નવાઈની વાત એ છે કે આરોપી આફતાબ પોતાના જ વકીલને આ ચાર્જ સીટ બતાવવા માગતો નથી. તેને પોતાનો વકીલ બદલવાની વાત કરી છે. હાલમાં તો આફતાબની કસ્ટડી સાત ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે કોર્ટની સુનવાણી દરમિયાન આફતાબ ઈચ્છતો હતો કે તેના વકીલને પોલીસે રજૂ કરેલી ચાર્જશીટ બતાવવામાં ન આવે અને ચાર્જશીટની એક જ નકલ ઉપલબ્ધ કરવામાં આવે. જેના ઉપર મેજિસ્ટ્રેટે સ્પષ્ટ કહ્યું કે, સાત ફેબ્રુઆરીના રોજ આરોપીની આ માંગને ધ્યાનમાં લેવામાં આવશે.

મિત્રો તમને જણાવી દઈએ કે 2022 માં મે મહિનામાં 18 તારીખના રોજ આરોપીએ દીકરી શ્રદ્ધાનો જીવ લઈ લીધો હતો. સૌપ્રથમ ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો ત્યારબાદ દીકરી શ્રદ્ધાના શરીરના અનેક ટુકડા કરી નાખ્યા. પછી ચાલાકી પૂર્વક દરરોજ રાત્રે થોડાક થોડાક ટુકડા જંગલના અલગ અલગ વિસ્તારમાં ફેકવાનો શરૂ કર્યું.

સમગ્ર ઘટના બની આબાદ ગત 12 નવેમ્બરના રોજ પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. હાલમાં તો તે તિહાર જેલમાં બંધ છે. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આરોપીને કડકમાં કડક સજા મળે છે કે નહીં. મિત્રો તમે જ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો કે આરોપીને શું સજા મળવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરી શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરનાર, નરાધમ આફતાબ સામે પોલીસે 6,000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી… તમે જ કહો આવા આરોપીઓને શું સજા થવી જોઈએ..?"

Leave a comment

Your email address will not be published.


*