આજકાલ તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં બાળકો પરીક્ષામાં નપાસ થયા બાદ ઘર છોડી દેતા હોય છે અથવા તો સુસાઇડ જેવું મોટું પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. ત્યારે હાલમાં ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકના કેવડિયા કોલોનીમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક દીકરો પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયો છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, કેવડિયા ખાતે રહેતો 21 વર્ષનો દીકરો પોતાના માતા પિતાને જણાવ્યા વગર ઘર છોડીને ચાલ્યો ગયો છે. દીકરાના ઘર છોડવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોકે ઉઠશો. મિત્રો 21 વર્ષનો દીકરો બિઝનેસમેન બનવા માટે પોતાના માતા પિતાને છોડીને ચાલ્યો ગયો છે.
આ ઉપરાંત દીકરાય પોતાના પિતાને વોટસઅપમાં એક મેસેજ પણ મોકલ્યો હતો. જેમાં દીકરાએ બિઝનેસમેન બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને લખ્યું હતું કે મને શોધવાનો પ્રયત્ન ન કરતા. જ્યારે પિતાએ આ મેસેજ વાંચ્યો ત્યારે પરિવારના સભ્યોને આ ઘટનાની જાણ થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને દીકરાની માતાએ કેવડિયા પોલીસ મથકમાં જણવા જોગ અરજી કરી છે.
પોતાના માતા પિતાને જણાવવા વગર બિઝનેસમેન બનવા માટે ઘર છોડી દેનાર બાળકનું નામ રોનક પટેલ છે અને તેની ઉંમર 21 વર્ષની છે. રોનક પટેલના પિતા કેવડિયા કોલોનીની મેઈન બજારમાં ઇલેક્ટ્રોનિકસની દુકાને ચલાવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે રોનક પટેલ ધોરણ 12 માં નપાસ થયો હતો. ત્યારબાદ તે ભરૂચમાં પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતો હતો.
20 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યાની આસપાસ તે પોતાના માતા પિતાને કહે છે કે, ભરૂચ થી હું મારું રીઝલ્ટ લઈને પાછો આવું છું. ત્યાર પછી રોનક પાછો આવ્યો નહીં. લગભગ બપોરે 1.21 વાગ્યાની આસપાસ પિતા અરુણભાઈ પટેલના મોબાઇલમાં રોનકનો મેસેજ આવ્યો હતો. મેસેજમાં રોનકે લખ્યું હતું કે, “સોરી પપ્પા હું મારા પગ પર ઉભો થવા માંગું છું એટલે હું જાઉં છું, મેં બહુ મોટી ભૂલ કરી છે, મારે ઘરમાં રહેવાનું કોઈ હક જ નથી.
તમે મારી ચિંતા ન કરતા હું જે કરું છું તે સારું જ કરીશ ખોટા રસ્તે નહીં જાવ. તમે પોતાનું, મમ્મીનું, બાનુ અને ઓમનું ધ્યાન રાખજો. હું સફળ થઈને ઘરે પાછો આવીશ. મે 6000 રૂપિયા લીધા છે એના માટે મને માફ કરજો. હું હંમેશા સારું કામ જ કરીશ ખોટા રસ્તે બિલકુલ નહીં જાવ. મને શોધવાનો પ્રયાસ ન કરતા પ્લીઝ મને મારા પગ પર ઉભો થવા દો. મને માફ કરી દેજો હું ત્રણ ચાર વર્ષ પછી બિઝનેસમેન બનીને ઘરે પાછો જરૂર આવીશ.
રોનક પટેલે પોતાના પિતાને આ મેસેજ કર્યા બાદ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ પ્રકારનો મેસેજ મળતા જ દીકરાના માતા પિતા ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. હાલમાં આ વાતની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારે બાજુ ચાલી રહે છે. સમગ્ર ઘટના બન્યા બાદ રોનકની માતા શિલ્પાબેન ને કેવડિયા પોલીસ મથકમાં જાણવા જોગ અરજી કરી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રોનકનો મોબાઇલ ટ્રેસ કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો