પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું મોટું એલાન,ગરીબો માટે કોરોનાકાળ મા કરાઈ મોટી જાહેરાત

Published on: 11:35 am, Sun, 12 December 21

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા શનિવારે આ માહિતી જાહેર કરતા જણાવ્યું કે, આ કોરોના કાળમાં આપણે સંપૂર્ણ ઈમાનદારી સાથે પ્રયાસ કર્યો કે કોઈ ગરીબ ભૂખ્યો ન સુવે. માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત રાસન અભિયાનને આગામી હોળી સુધી આગળ ધપાવવાનો નિર્ણય કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઘર 24 નવેમ્બર યોજાયેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી કલ્યાણ અન્ન યોજના ને આગામી માર્ચ 2022 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે, જેના હેઠળ લાભાર્થીઓને માર્ચ 2022 સુધી મફત માં અનાજ અપાશે.

એસી કરોડથી વધુ લોકોને દર મહિને પાંચ કિલો ઘઉં ચોખા અને દરેક પરિવારને એક કિલો મફત ચણા આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર રાષ્ટ્રીય ખાધ સુરક્ષા અધિનિયમ હેઠળ 80 કરોડ રેશનકાર્ડ ધારકોને મફત રાશન સપ્લાય કરે છે તેમને રાશન ની દુકાનો દ્વારા સબસીડીવાળા અનાજ ઉપરાંત મફત રાસન આપવામાં આવે છે.

જો કોઈ કાર્ડ ધારકને મફતમાં જ લેવામાં તકલીફ પડી રહી છે તો તેને ફરિયાદ સંબંધિત જિલ્લા ખાધ અને પૂર્તિ નિયંત્રક કાર્યાલયમાં કે પછી રાજ્ય ઉપભોક્તા સહાય કેન્દ્ર પર કરી શકાય છે. આ માટે સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087,1800-212-5512,1967 જાહેર કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!