રાજ્યમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,ચાલો ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડ ના ભાવ

Published on: 11:06 am, Sun, 12 December 21

કપાસિયા અને રૂ ના ભાવ એકધારા ઘટી રહ્યાં છે અને જીનો ની કપાસ ખરીદી ધીમી પડી છે. છેલ્લા ત્રણ દિવસથી કપાસ સતત ઘસાતો જતો હોય હવે ખેડૂતોની ગભરાટભરી વેચવાલી વધી રહી હોય ગુજરાત સહિત દેશભરમાં કપાસની આવક એકધારી વધતી રહી છે.

દેશમાં રૂની આવક બે દિવસ અગાઉ માંડ દોઢ લાખ ગાંસડી આસપાસ હતી તે વધીને શુક્રવારે 1.87 થી 1.90 લાખ ગાંસડીની આવક બતાવાઈ હતી.સૌરાષ્ટ્રમાં સારા કપાસના ભાવ 1735 છે અને એવરેજ કપાસના 1500 થી 1650 ની રેન્જ માં બોલતા હતા.

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણીએ જણાવ્યું કે નીલો ને પૈસા મળતા હોવા છતાં રૂ લેવું નથી પણ જીનરોએ ઊંચા ગાળા જોયા હોય હાલના ગાળા નાના લાગતા હોય વેચવું નથી પણ લેવાલી એકદમ નવી હોય છેલ્લા ત્રણ દિવસથી રૂ ઘટે છે.

શનિવાર ના દિવસ મુજબ કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો રાજકોટમાં 1485 થી 1759, અમરેલીમાં 1000 થી 1778, ગોંડલમાં 1000 થી 1756, જસદણમાં 1200 થી 1775, મહુવામાં 1704, ભાવનગરમાં 1030 થી 1727, મોડાસામાં 1530 થી 1575, બોટાદમાં 1020 થી 1775, જામજોધપુરમાં 1250 થી 1766 જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,ચાલો ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડ ના ભાવ"

Leave a comment

Your email address will not be published.


*