2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કોની બનશે સરકાર?,સર્વેમાં થયો મોટો ખુલાસો

Published on: 11:49 am, Sun, 12 December 21

2022માં પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી છે. જેમાં એક ન્યૂઝ ચેનલે મોટો સર્વે કર્યો છે. જેમાં ભાજપ માટે મોટી ખુશખબરી સામે આવી છે. સર્વે માનવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ ની સરકાર ની વાપસી કરી રહી છે.

ઉતરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ સરકાર બનાવવામાં સફળ થશે જોકે ફક્ત પંજાબ એકમાત્ર રાજ્ય છે. જ્યાં ભાજપ ની જગ્યાએ કોઈ બીજી સરકાર બનાવી શકે છે. જેમાંથી કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે કે બોર્ડર સ્ટેટમાં કોઈ પણ બહુમતી નહીં મેળવી શકે.

આ રાજ્યમાં આમ આદમી પાર્ટીની સત્તા આવી શકે છે.આ સર્વે ડિસેમ્બરનાં પહેલા અઠવાડિયામાં થયો છે જે આવતા વર્ષે પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાં પંજાબ ને છોડીને તમામ રાજ્યમાં ભાજપ સરકાર બનાવશે.

ઉત્તર પ્રદેશમાં ભાજપના યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવની ભારે ટક્કર મળવાની આશા છે. ભાજપ સરકાર 403 માંથી 212-224 સીટો જીતી શકે છેસર્વે અનુસાર આમ આદમી પાર્ટીને પંજાબમાં

50-56 સીટ મળવાની આશા છે જ્યારે કોંગ્રેસને 39-45 સીટો મળવાની આશા છે જ્યારે પંજાબમાં સરકાર બનાવવા માટે પાર્ટીને ઓછામાં ઓછી 59 સીટો ની જરૂર છે. ભાજપને 0-3 સીટો મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કોની બનશે સરકાર?,સર્વેમાં થયો મોટો ખુલાસો"

Leave a comment

Your email address will not be published.


*