પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ…

Published on: 9:42 am, Mon, 11 October 21

દેશમાં છેલ્લા થોડાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં દેશમાં સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

ત્યારે આજરોજ સરકારી ઓઇલ કંપની દ્વારા પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 30 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટરે 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 104.14 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 92.82 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 110.12 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 100.66 રૂપિયા નોંધાયો છે.

છેલ્લા 6 દિવસમાં પેટ્રોલના ભાવમાં 1.75 રૂપિયાનો અને ડીઝલના ભાવ બે 2.05 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 24 સપ્ટેમ્બરથી ડીઝલના ભાવમાં અને 28 સપ્ટેમ્બરથી પેટ્રોલના ભાવમાં વધારો કરવાની શરૂઆત કરી હતી.

ત્યારથી લઈને અત્યાર સુધીમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 2.95 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટર 4.20 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ પર ચાર મેથી 17 જુલાઈ દરમિયાન પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં 11.44 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ ના ભાવમાં 9.14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 6 વાગે ફેરફાર થાય છે. 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ડીલર કમિશન અને અન્ય ખર્ચાઓ જોડાઈને પેટ્રોલ ડીઝલના ભાવ બે ગણા થઈ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!