હવામાન વિભાગે દરિયામાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી.ગાજવીજ સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી હતી.હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદ આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
જેના કારણે ખેલૈયાઓની મજા બગડે તેવી શક્યતા છે.અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય વિસ્તારમાં એક અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા દક્ષિણ ગુજરાત માં આગામી ત્રણ દિવસ સુધી વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.15 તારીખ સુધીમાં કોઈ કોઈ ભાગમાં હળવા ઝાપટા પડવાની શક્યતા રહે છે.
હવામાન વિભાગના મતે હવાનું ચક્રવાત સમુદ્રની સપાટીથી 4.5 કિલોમીટરના સ્તરે છવાયેલું છે. આ સિસ્ટમના કારણે કોંકણ અને ગોવા તેમજ મહારાષ્ટ્રના તટીય વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાત પંથકમાં પણ વીજળીના કડાકા સાથે ભારે પવન છવાયો રહેવાની શક્યતા છે.હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.9 થી 12 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!