WHO એ તાત્કાલિક અસરકારક પગલા લેવાની સૂચના આપી છે. ચીનમાં જીવલેણ બર્ડ ફ્લુ H5N6 ની મૃત્યુદર 50 ટકા સુધી પહોંચી ગયો છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીનને કહ્યું કે,બર્ડ ફ્લૂના કેસોમાં વધારો ચિંતાનો વિષય છે,H5N6 બર્ડ ફ્લુ ના પ્રકારને ટ્રેક કરવાની જરૂર છે.
WHO ના પ્રવક્તાએ કહ્યું કે ચીનમાં બર્ડ ફ્લુ થી પ્રભાવિત વિસ્તારોમાં તેના ભયને સારી રીતે સમજવા માટે સર્વેલન્સની જરૂર છે. ચીનના સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલે પણ H5N6 વેરીએન્ટ થી ઉદ્ભવતા ગંભીર ખતરા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
WHO એ કહ્યું કે જે રીતે બર્ડ ફ્લૂ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેને અવગણી શકાય નહીં.તેને ચિંતા ઊભી કરી છે કારણ કે તે ચેપગ્રસ્ત લોકોમાં 50 ટકા મૃત્યુ દર સુધી પહોંચી ગયો છે.નિષ્ણાંતોએ સલાહ આપી છે કે લોકોએ બીમાર અથવા મૃત મરઘા અથવા પક્ષીઓના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.
આ ઉપરાંત જીવંત પક્ષીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ ટાળવો કરવો છે. એવી સલાહ આપવામાં આવે છે કે પક્ષીઓ સાથે કામ કરતા લોકોએ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!