કાશ્મીરમાં મૃત્યુ પામેલા બેંક મેનેજરનું મૃતદેહ જોઈને માતા-પિતા બેભાન થઈ ગયા, અંતિમ વિદાય વખતે આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 6:33 pm, Fri, 3 June 22

આપણી સમક્ષ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં બેંક મેનેજર વિજય કુમાર કે જેઓ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના શિકાર બન્યા છે. વિજયની પત્ની પણ મૃતદેહની સાથે આવી હતી અને સમગ્ર રસ્તે ધીરજ રાખી હતી અને જેવા ઘરે મૃતદેહને લઈને પહોંચ્યા કે તરત જ એ પત્ની મનોજ કુમારી તેમના સાસુને વળગીને ચીસો પાડવા લાગી ને તરત બેભાન થઈ ગઈ હતી.

એટલું જ નહીં વિજય ભાઈની પત્ની સાથે સાથે તેમના માતા અને પિતાની સ્થિતિ પણ આવી જ હતી અને તેઓ પણ આ કરુણ ભરી ધટના સાંભળીને વારંવાર બેભાન થઈ રહ્યા હતા અને સમગ્ર પરિવારમાં શોકનું માહોલ સર્જાયો હતો. જેમાં પુત્રના મૃતદેહને જોતાની સાથે જ તેની માતાએ મૃતદેહને વળગી સતત રડી રહી હતી અને તેથી તેણે કહ્યું હતું ને કે આવી જા આપણે ઓછું કમાય છે જો કે તું મારું માન્યો નહીં.

આવું બોલતાની સાથે તેની માતા તરત બેભાન થઈ ગઈ હતી અને મૃતદેહના અંતિમ સંસ્કારની પુરી તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને સમગ્ર ગામ જનો પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા. ગ્રામજનોએ પણ વિજય કુમાર ના મૃતદેહના અંતિમ સંસ્કાર માં જોડાયા અને રોષ વ્યક્ત કર્યો હતો.

વિજય કુમાર કાશ્મીરમાં ટાર્ગેટના શિકાર બન્યા હતા જેમાં તેમનું કરૂણ મૃત્યુ થયું. જ્યારે સમગ્ર ગામને વિજયની મૃત્યુના સમાચાર મળ્યા હતા ત્યારે શોકનો માહોલ સર્જાઈ ગયો હતો. ગામમાં કોઈ જ ઘરમાં ચૂલો સળગ્યો નહી. આવા સમાચારથી ત્યારે લોકો પણ વિજય ભાઇના ઘરે આવતા જતા રહે છે.

સવારે વિજયભાઈનો મૃતદેહ ગામમાં પહોંચતા આખું ગામ અંતિમયાત્રામાં ઉમટી પડ્યું હતું અને ગામના લોકો શોકમાં ગરકાવ થઈ ગયો હતો. વિજય કુમારની પત્ની દ્વારા ઘરના સભ્યોને જણાવવામાં આવ્યું હતું કે બે દિવસ પહેલા જ અહીં એક ટીચરની હત્યા થયા પછી વિજય કુમાર પણ ચિંતિત હતા અને કહી રહ્યા હતા કે અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે.

તેમની પત્નીનું કહેવુ છે કે રોજની જેમ જ તેઓ બેંકમાં થયા હતા તેઓ કહીને ગયા હતા કે ચિંતા ના કરીશ હું સાંજે પાછો આવી જઈશ. દિવસ દરમિયાન ઘણા બધા ફોન પણ કર્યા હતા જોકે આ ઘટના બનતા આ બધું જ છીનવાઈ જતાં શોકનો માતમ છવાઇ ગયો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!