સુરત માંડવી ઝંખવાવ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં સવાર PSIનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 10:22 am, Sat, 4 June 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. અત્યાર સુધીમાં અકસ્માતની ઘટનાને કારણે કેટલાય હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા હશે. ત્યારે સુરત માંડવી ઝંખવાવ રોડ પર ગુરૂવારના રોજ સાંજે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

અહીં જુનવાણ ગામની સીમમા આગળ ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં આણંદ ખાતે ફરજ બજાવતાં માઉન્ટેડના PSI શીતલસિંહ બજરંગસિંહ સીકરવારનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. મળતી માહિતી અનુસાર તેમની ઉંમર 46 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર PSI શીતલસિંહ પોતાના બે મિત્રો સાથે બ્રેઝા કાર માં ઉકાઈ તરફથી આણંદ જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં માંડવી ઝંખવાવ રોડ પર જુનવાણ ગામની સીમમા આગળ પુરપાટ ઝડપે આવતા ટ્રકચાલકે બ્રેઝા કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બ્રેઝા કારમાં સવાર PSI શીતલસિંહને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઉપરાંત આ ઘટનાની જાણ થતાં માંડવી પી.આઈ એચ બી પટેલ તથા તેમનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં વિનોદભાઈ તથા તુષારભાઈ નામના બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેમને સારવાર માટે તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. PSI શીતલસિંહનું મૃત્યુ થતાં પરિવાર અને પોલીસ તાપમાન શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઇને માંડવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!